સહસ્ત્રાર્જુનનું સત્વહરણ કરવા કોને મોકલવામાં આવ્યા.

સહસ્ત્રાર્જુનનું સત્વહરણ કરવા સૂર્ય દેવને મોકલવામાં આવ્યા.

પ્રારબ્ધની ગહનગતિ સાંભળીને દિડમુઢ થઇ ગયેલા શિષ્ય નિરંજને વંદન કરીને અલખને પ્રેમથી પૂછયું કે હે ગુરો ! મને અર્જુન વિશેની આગળની કથા કહો અને દેવો એનું સત્ત્વહરણ કરવા શું કામ મથામણ કરે છે તે પણ કહો શિષ્યનો એ પ્રશ્રન સાંભળીને દયાળું અલખજી બોલ્યા કે તારા વિવેકને ધન્ય છે. તું સાવધાન થઇને સાંભળ. અનેક રૂપો લઇને અર્જુન એકલો બધુંજ સંભાળતો હતો છતાં એ આત્મનિષ્ઠનું અનુસંધાન તૂટતું ન હતું યજ્ઞ, દાન અને તપમાં હંમેશાં રચ્યોપચ્યો રેહનાર એ ( અર્જુન ) હમેંશાં બ્રાહ્મણને પૂજતો હતો અને હ્રદય માં પ્રેમ રાખીને પ્રજાને પુત્રની માફક પાળતો હતો.અર્જુને યજ્ઞ પર સવિશેષ પ્રેમ હતો.તેથી દેવો મનમાં ખોટી શંકા ( સંદેહ ) કરતાં હતા.એના મનમાં સ્વપ્ને પણ સ્વર્ગની ઇચ્છા હતી નહિ. તો પણ દેવો એના મનની વાત ન જાણી ઉદ્વેગ કરતા હતા.બધા દેવો એકઠા થઇને વિચારવા લાગ્યા કે હવે શું કરવું ? આનું તેજ તો ખૂબ તપવા માંડયું છે. કિન્નરીઓ પણ એનાં યશોગીત ગાવા લાગી છે.હવે આપણાં સ્થાનો સલામત નથી. એ યજ્ઞ ઉપર યજ્ઞ કરીને પુણ્યબળ વધારી રહ્યો છે.આ બાબતની વધારે વખત ઉપેક્ષા કરવી પોષાય એમ નથી. હવે એનું સત્ત્વહરણ કરવા પ્રયત્ન કરવો જોઇએ અને એને માટે આ જ ક્ષણે પ્રયાસ કરવો જોઇએ ખરેખર, આ રાજા બ્રાહ્મણ ભકત છે અને એને મન બ્રાહ્મણ પ્રાણસમાન છે. આ બ્રાહ્મણ વેષે જઇને આ મહાન કાર્ય સિદ્ધ કરો. આ માટે સૂર્યદેવ સમર્થ છે અને એ ચોકકસ આપણું કાર્ય સિદ્ધ કરશે એમ કહી બધાએ સૂર્યને પૃથ્વી ઉપર મોકલ્યા. ભર બપોરે ( મધ્યાહ્યે ) બ્રાહ્મણના વેષે સૂર્યદેવ અચાનક જ રાજાના બારણે એની સન્મુખ આવીને ઉભા રહ્યા.

++++++++++++++++++++
આ રીતે સહસ્ત્રાર્જુનનું સત્ત્વહરણ કરવા સૂર્યદેવ ને મોકલા


ઝઘડીયા થી રાકેશભાઈ શાહ ના ગુરુ દેવદત્ત
🙏🌼🙏🌼🙏🌼🙏🌼🙏🌼

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s