સહસ્ત્રાર્જુને સૈન્ય જે સમુદ્ર જેવું હતું તેને પરશુરામે હણ્યું ત્યારે પરશુરામને કોની ઉપમાં આપી.

સહસ્ત્રાર્જુને સૈન્ય જે સમુદ્ર જેવું હતું તેને પરશુરામે હણ્યું ત્યારે પરશુંરામને અગસ્ત્ય ની ઉપમાં આપી.

ઘૂમે ઢાલો વમળ સમ, માંસ કાદવ એમઃ
ગળે ગજાશ્વો ત્યાં અહાઃ સઘળું ભીષણ તેમ ! 125
વૈનતેય અહિકુળ હણે સ્વયં એકલો જેમ,
અર્જુનસેના એકલો હણે પરશુધર તેમ. 126
રામ વડવાનલ નકી,થયો પ્રજ્વલિત જાણઃ
અર્જુનસૈન્યાર્ણવ ક્ષણે બાળી નાંખ્યો માન. 127
રામ અગત્સ્ય વા સ્વયં,થયો પ્રક્ષુબ્ધ એમઃ
શોષ્યો સૈન્યાબ્ધિ બધો, દેખે અર્જુન તેમ. 128
કહેઃ- નકી ન મનુષ્ય એ,સ્વયં શ્રીહરિ જાણઃ
કોણ અજેય સૈન્ય આ, મારે નાહિ તો માન ? 129
હરે સૂર્ય જ્યમ તિમિરને, તેમ સૈન્ય નિઃશેષ
માર્યું આણે પલકમાંઃ નકી એહ હ્રષીકેશ ! 130
++++++++++++++++++++
શ્રીગુરુલીલામૃત
જ્ઞાન કાંડ
અધ્યાયઃ– 24
પાન.નંઃ– 100
ક્રમ.નંઃ– 125 થી 130


ઝઘડીયા થી રાકેશભાઈ શાહ ના ગુરુ દેવદત્ત
🙏🌻🙏🌻🙏🌻🙏🌻🙏🌻