નૃસિંહ સરસ્વતીજીની માતાએ કુલ છો સંતાનોને જન્મ આપ્યો.
—————– વિગત —————-
👇
શ્રીપાદ સ્વામીએ તે પછી કુરવપૂર ( કુરુગહી ) ખાતે વાસ્તવ્ય કર્યું. અને પછી ભકતોને ભકિત માર્ગના પ્રવચનો દ્વારા , ચમત્કારો દ્વારા , પ્રત્યક્ષ મહત્વ સમજાવત ત્યાજ યોગ્ય સમયે ગુપ્ત અને કરજા માં અંબાની કુક્ષીમાં બીજો જન્મ લઇ પોતાનું વચન પાળી આગળ એજ કાર્ય ચાલુ રાખ્યું.
અહીં બીજો શતક પ્રારંભ થાય છે. અંબાની માગણી પ્રમાણે યોગ્ય જ્ઞાની પુત્ર જન્મ્યો ( 1 ) તો ખરો પણ તે જન્મજાત મૂક હતો. બોબળો નહોતો. મા – બાપ દુઃખી થયા ત્યારે બાળકે ઇશારો કર્યો કે તેના યજ્ઞોપવીત ( મુંજ ) કર્મ પછી તે બોલશે પોતે ઇશ્વરી અવતાર છે તે બતાવવા નજીક પડેલા લોખંડના ટૂકડા લઇ તેને સુવર્ણમય બનાવી પોતાના મુંજનો ખર્ચ કરવા માટે માતા પિતાને અર્પણ કર્યા. બંધન પછી મેળેજ ગાયત્રી ઉચ્ચાર કરનાર આ બાળક નાનપણમાંજ સંન્યાસની આજ્ઞા માગે છે. દુઃખી મા – બાપ આપતા નથી.ત્યારે પોતાનું શ્રીપાદ શ્રી વલ્લભ સ્વરૂપ બતાવી મને બીજા બે પુત્રો અને પુત્રી (મળી ને ટોટલઃ-6 ) થશે તેવો આશીર્વાદ આપે છે. અને બીજો પુત્ર આવે ત્યાં સુધી અમારે પાસે રહો તેવી માની વિનંતિ માન્ય રાખી બીજા પુત્રના જન્મ પછી , મા – બાપની આજ્ઞા લઇ ઘર સંસાર છોડી ભકત કલ્પદ્રુપ સ્વામી મહારાજ કાશી યાત્રા માટે જાય છે.
++++++++++++++++++++
ઝઘડીયા થી રાકેશભાઈ શાહ ના ગુરુદેવ દત્ત
🙏🍓🙏🍓🙏🍓🙏🍓🙏🍓