ગુરુએ એકી સાથે આઠ સ્વરૂપ ધારણ કર્યા , અને કયારે કર્યા તે નીચે મુજબ છે.
આ કંડિકામાં પૂ. બાપજી જણાવે છે કે અરૂપે ( નિરાકાર બ્રહ્મ શકિતએ ) બહુરૂપ ધારણ કર્યું. અહી એકોડહં બહુસ્યામ હું એક છું અનેક બનવાની મારી ઈચ્છા છે.એ સિધ્ધાંતનાં અમલીકરણની સ્વરૂપ ધારણ લીલા છે. બીજી હકીકત છે કે ભકિતની પરાકાષ્ઠાવાળા હ્રદયી શિષ્યો માટે બ્રહ્મસબંધ આપવાનું ગુરુ, દ્રષ્ટિ બિંદુ રાખતા હોય છે.જગતગુરુ શ્રી કૃષ્ણ ભગવાને પણ પોતાની માતા સમાન ઉમર ધરાવતી ગોપીઓના ભકિતભાવની ઉચી કક્ષા જોઈ તેમની સાથે રાસ રમતી વખતે જેટલી ગોપી હતી તેટલા સ્વરૂપ ધારણ કરી દરેકે દરેક ગોપીને ભકિતના પુષ્ટિમાર્ગ ( ભકિતનું પોષણ માર્ગ )અપનાવી હું એક માંથી અનેક થાઉ એ સિધ્ધાંતના આધારે દરેક ગોપીને બ્રહ્મસબંધ બાંધી કૃતાર્થ કરી હતી.
નૃસિંહ સરસ્વતી સ્વામીજી ગાળગાપુરમાં છે. દિવાળી આવી રહી છે તેમના સાતે સાત શિષ્યો જીદે ચઢયા છે કે ગુરુદેવ મારે ત્યાં દિવળી પ્રસંગે પધારે. ગામના ભકતો દિવાળી પ્રસંગે ગામમાં રહે અને અમારી ભકિતનો સ્વીકાર કરે એવી ભાવના સેવે છે. ગુરુએ સાતે શિષ્યોને વારાફરતી ખાનગીમાં કીધું કે કોઈને વાત કરતો નહી હું તારા ઘરે આવીશ. ગુરુ એકમાંથી અનેક થાઉ એ સિધ્ધાંતને કાર્યરત કરે છે.અને એક સ્વરૂપ ગામમાં રાખી બીજા સ્વરૂપોથી સાતે સાત શિષ્યોને ઘેર દિવાળી પ્રસંગે હાજર રહે છે
વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે પણ આજ રીતે ત્રણ સ્વરૂપ ધારણ કરવાની લીલા કરી હતી.( 1 ) સવાર થી સાંજ સુધી સ્વામી મહારાજ ધ્યાન સમાધીમાં બેસી રહ્યા હતા. ( 2 ) મધ્યાહ્ને બીજુ સ્વરૂપ ધારણ કરી બેલગામના ઘોંડે પંત કાલકુંદરીકર બ્રાહ્મણ ની ઘરે ભિક્ષા માગવા ગયા. ( 3 ) તેમણે ગામની બહાર ઘણાં લોકોને પ્રસાદ વ્હેંચતા દર્શન આપ્યા. આ ત્રણે જગ્યાએ જેમણે જેમણે દર્શન કર્યા, સ્વાગત ભિક્ષા આપી તથા પ્રસાદ સ્વિકાર્યો તે સર્વ ને બ્રહ્મસબંધ આપી કૃતાર્થ કર્યા આ રીતે તેમણે એકી સાથે ત્રણ સ્વરૂપ લીલા કરી.
પૂ. બાપજીએ પણ આવી સ્વરૂપ ધારણ લીલા કરી પૂ. બાપજીએ દાસકાકાને ગાડીમાં રવડી પડેલી કોર્ટ દસ્તાવેજની પોટલી યવન વેષ ધારણ કરી આપેલી. તથા મુંબઈના નર્વઝ માલિસ સ્પેશ્યાલીસ્ટ ડો. ભોંસલેને પૂ. બાપજીએ એકા એક અકોટી ( બારડોલી ) ખાતે ખૂબ લાંબુ રોકાણ કરાવ્યું. તેમની મુંબઈની એક જ પાનની દુકાનના પાન ખાવાની ટેવ. પાન ખલાસ થઈ ગયેલા એટલે સેવક ભકત ખાતર મુંબઈથી બાપજી તે જ દુકાનના પાન લાવી રોજ તેના નિવાસના ટેબલ પર હાજર કરતા. આવી અન્ય સ્વરૂપો કાર્ય કરવું એ પણ ગુરુની ભકતોને માટે અન્ય સ્વરૂપ ધારણ લીલામાં આવરી લઈ શકાય તે પણ એકમાંથી અનેક થાઉ એ સિધ્ધાંત પર જ આધારિત છે.
આ રીતે ગુરુએ એકી સાથે આઠ સ્વરૂપ ધારણ કર્યા
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ઝઘડીયા થી રાકેશભાઈ શાહ ના ગુરુ દેવદત્ત
🕉🕉🕉🕉🕉🕉🕉🕉