તપસી તત્વમસિ એ દેવ !
બોલો જય જય શ્રીગુરુદેવ ની સમજુતી નીચે પ્રમાણે છે.
સામાન્ય રીતે માનવી હું – મારું – મને એવું સ્વલક્ષી જીવન જીવતો હોય છે. વેદ કાળથી જ ભારતમાં ધર્મની વિશેષતા એ જ રહી છે કે વ્યકિતને ભકિત દ્વારઘ સ્વલક્ષીમાંથી તું – તારું – તને પરત્વે વિચારતો કરી તેમાંથી તેનું ઉદર્વકરણ કરી તે – તેનું – તેને તથા તેઓ – તેઓનું – તેમનું એવા સર્વલક્ષી વિચારમાં વિહાર કરતી કરવી.
વ્યકિત જયારે ચિંતન કરતી થાય ત્યારે હું માથી તું માં પ્રેવશ કરતી થાય છે. અને હું મારે માંથી તું – તારે માં પ્રવેશ કરે છે. દા.ત હું અયોગ્ય વર્તન કરતો હોઉ ત્યારે આંતર મન કરી વિચારું છું કે તું સારું કરતો નથી, તારે આમ ન કરવું જોઈએ.તું જો એના કરતા આ બીજી રીતે કરતે તો સારો ગણાતે – તારો આત્મા પ્રસન્ન રહેતે અને તને જીવન નો સાચો આનંદ મળતે.આ હું અને મને ઠપકો આપવાની પ્રક્રિયા જે મનમાં થઈ તેને હું થી છૂટો પાડી તું તરફ પ્રયાણ કરવાની આંતર મન ચિંતન પ્રક્રિયા ગણાય.
ઉપરોકત દષ્ટિએ વિચારતા અહં બ્હ્માસ્મિ હું બ્રહ્મ જ છું એ હું અને બ્રહ્મ વચ્ચેનો સીધો કૂદકો છે. એમ અલખ ( અંતર ) ગુરુ શિષ્ય નિરંજન હું ને સમજાવવા તેઓ જણાવે છે તત્ ત્વમ્ અસિ= તે બ્રહ્મ તું પોતે જાતે જ છે. આ રીતે અહં અસ્મિ બ્રહ્મ – હુું છું બ્રહ્મના સીધા કૂદકાને આંતમ મન સાથે વાત કરતાં વચ્ચે ત્વં એ એક પુલનું કાર્ય કરે છે. અને તત્ એટલે બ્રહ્મ સુધી પહોંચાડે છે.ટુંકમાં કહીએ તો સોઙહં તે હું છું નું ત્વમ્ – તું માં રૂપાંતરિકરણ ગુરુ શિષ્ય વચ્ચેનું વ્યકિત – વ્યકિત વચ્ચેનું પરસ્પર દેવો ભવ નું તાદશીકરણ છે.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ઝઘડીયા થી રાકેશભાઈ શાહ ના ગુરુ દેવદત્ત
🕉🕉🕉🕉🕉🕉🕉🕉