દત્તપ્રભુએ પોતે જંભનો વધ કેમ ના કર્યો તેનુ કારણ નીચે મુજબ છે.
કશ્યપ રૂષિની એક પત્ની અદિતી ધર્મના નિયમ પ્રમાણે વર્તન કરતી જયારે બીજી પત્ની દિતિ સંધ્યા સમયે કામ વિકારથી વશ થઈ ગૃહસ્થામનું કામ સુખ ભોગવવા જીદ કરે છે રૂષિએ અનેક સમજ આપી કે સંધ્યા સમયે કામ વિકારથી વશ થઈ ગ્રૃહસ્થાશ્રમનું કામ સુખ ભોગવવા જીદ કરે છે રૂષિએ અનેક સમજ આપી કે સંધ્યા સમયે દેવો, ગંર્ધવો કિન્નરો અને સિધ્ધ મહાત્માઓ હવામાનમાં હાજર થઈ સાત્વિક કર્મ કરનારાને આશિર્વાદ આપતા હોય છે અને અન્ય કર્મ ખાસ કરીને કુકર્મ કરનાર તરફ નારાજગી દર્શાવી શાપ આપતા હોય છે તારી જીદ તું છોડી દે નહીં તો શાપ વસ વિનાશકારી જીવો ( રાક્ષસો ) નો જન્મ થાય. પરંતુ સ્ત્રી હઠ તલપુર પણ નમવા તૈયાર નથી. પરિણામે રૂષિનું તપોબળ વિકૃત થઈને સિધ્ધ તપસ્વિ પરંતુ તામસી રાક્ષસ તરીકે અવતરે છે આવા દિતિ સુતો ( પુત્રો ) નો વંશ રાક્ષસ વંશ થયો આ વંશમાં જંભનો જન્મ થયો. તેના નેતૃત્વ હેઠળ ત્રાસવાદી રાક્ષસોનું એક અને ફકત એજ ધ્યેય હતું કે વિવિધ રચનાત્મક ધ્યેયવાળા દેવો અને બ્રાહ્મણોને મારવા તેમને હરાવી તેમનાં સ્થાનો પચાવી પાડવા પરાજિત દેવોને મેરુ ગુફામાં સંતાવાનો વખત આવ્યો. દેવોનઘ ગુરુ બૃહસ્પતિએ દેવેંદ્રને બધા દેવો સાથે શ્રી દત્તને શરણે જવા સલાહ આપી. ઈંદ્ર સહિત દેવો શ્રી દત્ત પાસે આવે છે.પ્રથમ તબકકે જ શ્રી દત્ત સુંદરી લીલા કસોટીથી દેવો હતાશ થાય છે. શ્રી દત્ત પણ કોઈ દાદ આપતા નથી. પરંતુ ઇંદ્રાદિ દેવોના ગુરુ પરત્વેના પ્રમાસ્પદ વિશ્વાસે તેમને શ્રી દત્તનું શરણું નહીં છોડવા પ્રેર્યા. શ્રી દત્ત આખરે દેવોનું આવવાનું કારણ પૂછે છે.દેવો તે જણાવે છે ત્યારે પણ શ્રી દણ્ત શરણાગતિની કક્ષા તપાસતા કહે છે તમો રસ્તો ભૂલ્યા છો. આ મારી નગ્ન સ્ત્રીનું એઠુંખાઈ પીને હું ભ્રષ્ટ થયો છું. મારા જેવો સંગથી પતન થયેલ બેહાલ તમારી હાલત શું સુધારવાનો ? દેવોને સમજાવ્યું કે આવતા બરોબર આપણે શંકા ઉઠેલી અને હતાશ થયેલા તે આપણા વિચારોનો પડઘો અંતર્યામી શ્રી દત્તે આપ્યો છે. હવે ગુરુ બૃહસ્પતિએ આપેલી શ્રધ્ધા દ્રઢ થતાં દેવો જણાવે છે જે માયાવી પદાર્થો છે તે ઉચ્છેષ્ટ ગણાય કારણ કે તે વિવેક બુધ્ધિ બગાડે છે તેથી સર્વ જીવો તે ભોગવી ભ્રષ્ટ ગણાય પરંતુ તમો તો સંગમાં પણ અસંગ, અખંડ અનાસકત, શિવ સ્વરૂપ છો. તમારા સંગમાં આવનાર નિષ્પાપ બની જાય છે. હવે શ્રી દત્ત જણાવે છે કે તમો જાવ અને જંભ સાથે યુધ્ધ કરી તેને આ બાજુ લઈ આવો. ઇંદ્ર યુધ્ધ કરવા દેવો સાથે ઉપડે છે. જંભના મારથી ત્રાહીમામ પોકારી ઇંદ્ર શ્રી દત્ત પાસે આવે છે. જંભ અને તેના રાક્ષસ સેનાપતિઓ પીછો કરે છે. રાક્ષસો શ્રી દત્ત પાસેની સંદરી અને તેનું સંગીન જોઈ સાંભળી આંખ અને કાનની ઇંદ્રિઓ દ્વારા ઘાયલ થાય છે. તેઓ વિવેક બુધ્ધિ ખોઈ બેસવાના પતનના પગથિયા પર પ્રયાણ કરે છે. વિવેક અને બુધ્ધિ વિસારે પડે ત્યારે ધ્યેય રવાડે ચઢે છે. દેવો સાથેના યુધ્ધનું ધ્યેય રવાડે ચઢતા જંભ તથા તેના સાગરિતો શ્રી દત્ત પાસે રહેલ સુંદરીની સુંદરતામાં ડૂબી જાય છે.આંખ કાન દ્વારા થયેલ માયા પ્રવેશ હવે તેમની બુધ્ધિને અધમ બનાવે છે. જંભ રાક્ષસ શ્રી દત્તની માયાવી સુંદરીનું હરણ કરવા પાલખીમાં નાખી માથા પર લઈને સાગરિતો સાથે ચાલવા માંડે છે. જંભ તેને ભોગવવાની વાતો કરતો ચાલે છે એટલે તેના સાગરિતો જણાવે છે હમારે લીધે તું આટલું સામ્રાજય ભોગવે છે માટે હમો જ આ સુંદરીને ભોગવીશું. ભોગ અને યોગ નો તફાવત જ જંભના પતનનું કારણ બને છે. યોગ ત્યાગ તરફ દોરે છે જયારે ભોગ ઈષ્યાઁ તથા મનની નબળાઈઓનો સાથ લઈ પોતાના જ સબંધીનો ઘાત કરવાં પ્રેરે છે.આ સત્ય જંભ અને તેના સાગરિતો વચ્ચે કલહનું કારણ બને છે. શ્રી દત્ત ઇંદ્રને જણાવે છે કે મારી સુંદરી જંભના શિર પર બેઠી છે એટલે કે જંભના મનમાં તમારી સાથેના યુધ્ધને બદલે સુંદરી બેસી ગઈ છે. તે શકિત હિન થશે જ હવે તમો તેની સાથે યુધ્ધ કરી તેને સરળતાથી જીવી શકશો.દેવરાજ ઇંદ્ર તેની સાથે યુધ્ધ કરી તેનો વિનાશ કરે છે.
ઇંદ્ર સહિત દેવો શ્રી દત્ત પાસે પાછા ફરે છે. શરણાગત જો અભિમાની થાય તો તેનું પતન થાય છે.તેથી તેમને તપાસવા શ્રી દત્ત જણાવે છે કે તમે દુષ્ટ રાક્ષસો સાથે લડીને મારી સુંદરીને છોડવી લાવ્યા છો ગુરુ બૃહસ્પતિના સાન્નિધ્યે દેવોમાં આવેલી વિનમ્રતા જવાબ આપે છેઃ હે શ્રી દત્ત આપ આવુ અટપટુ બોલીને અમને અભિમાન– મોહમાં નાખો છો દુર્જયી જંભ સામે હમે અનાથ દેવો શું કરી શકીએ ? આતો આપની લીલા માત્ર છે કે આપ કર્તું અન્યથા કર્તું છતાં અકર્તું છો તેની ખાત્રી આપના વચનોથી થાય છે.
આ રીતે દત્તપ્રભુએ પોતે જંભનો વધ ના કર્યો
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ઝઘડીયા થી રાકેશભાઈ શાહ ના ગુરુ દેવદત્ત
🕉🕉🕉🕉🕉🕉🕉🕉