દ્વિજસ્ત્રીનો સ્નેહ જોઈને પ્રભુ એમના પુત્ર થયા એનુ વિગત નીચે મુજબ છે.
પીઠાપુર નગરમાં રાજા અને સુમતિ નામે બ્રાહ્મણ યુગલ અતિથિ સેવા કરી ધર્મચાર જાળવે. દર્શ અમાસના શ્રાધ્ધને દિવસે એક વખત અભ્યાગત રૂપે શ્રી દત્ત તેમની ભકિત જોઈ ભિક્ષા માગવા પધાર્યા. શ્રાધ્ધના બ્રાહ્મણ જમ્યા સિવાય ભિક્ષા ન અપાય તે નિયમ બાજુ પર મુકી દઈ સુમતિ સ્નેહ પૂર્વક ગંધ અક્ષતથી તેમની પૂજા કરે અને ભિક્ષા અર્પણ કરે છે.
( પ્રસન્ન થઇ દત્ત પ્રકટ થાય છે. )
શ્રી દત્તઃ– હે માઁ.તારી અતિથિ અભ્યાગત ભકિત પર પ્રસન્ન છું. હે માતા તારા મનમાં જે ઇરછા હોય તે તું જણાવ. માગી લે.
સુમતિઃ— પ્રભુ, મને ઘણાં પુત્રો થયા અને મૃત્યુ પામ્યા. બે પુત્રો જીવ્યા તે આંધળા અને પાંગળા છે. માતા કહી મને બોલાવી છે તો તમારા જેવો જ્ઞાનવાન, તેજસ્વિ, જગતવંધ પુત્ર આપી મારુ માતૃત્વ સાર્થક કરો.
શ્રી દત્તઃ–તથાસ્તુ મારા જેવો જ વિખ્યાત, કુલ તારક, દારિદ્રનો નાશ કરનાર પુત્ર થશે. તેના વચનોને અનુકુલ થશો તો તે રહેશે.
( શ્રી દત્ત આશીર્વાદ આપે છૂ. અનૂ અદશ્ય થાય છે. પતિ પ્રવેલે છે )
સુમતિઃ— ( પતિને ) આપ તો બહાર ગયા હતા પરંતુ માફ કરજો શ્રાધ્ધ પેહલાંકોઈને ભિક્ષા ન અપાય તે નિયમનો ત્યાગ કરી મેં એક અતિથિને ભિક્ષા આપી. તેઓ શ્રી દત્ત સ્વરૂપે પ્રકટ થયાં. પુત્રવતીનું વરદાન આપ્યું અને અદશ્ય થઈ ગયા.
રાજાઃ– વાહ દેવી ! જેમને અર્પણ કરવું જોઈએ તેમને તે અર્પણ કર્યું છે. મારાપિતૃઓ તરી ગયા. તારા માત પિતાને ધન્ય છે.
નિરંજનઃ– પછી શું થયું ગુરુદેવ
અલખઃ– ભાદરવા સુદ ચોથને દિવસે શ્રી દત્ત આવતારનું પ્રાકટય થયું. તેના પગના તળિયામાં વજ્ર, અંકુશ અને કમળના ચિન્હો હતા. તેમનું નામ શ્રી પાદ રાખવામાં આવ્યું. ( પારણું ઝુલાવવામાં આવે છે. ગામના સ્ત્રી પુરુષો તેમના દર્શન કરી શાંતિ, આનંદ અનુભવે છે )
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
આ રીતે દ્વિજસ્ત્રીનો સ્નેહ જોઈને પ્રભુ એમના પુત્ર થયા
👏👏👏👏👏👏👏👏
ઝઘડીયા થી રાકેશભાઈ શાહ ના ગુરુ દેવદત્ત
🕉🕉🕉🕉🕉🕉🕉🕉