શુષ્ક કાષ્ઠને આણ્યાં પત્ર !
થયો કેમ ઉદાસીન અત્ર ?
આની સમજૂતી નીચે મુજબ છે
આપણા શ્રી નૃંસિહ સરસ્વતી સ્વામી મહારાજે આખા શરીરે કોઢવાળા ભાર્ગવ ગોત્રી નરહરિને કોઢ દૂર કરવા ગાણગાપુરમાં ભીમા અમરજા સંગમ પર અૌદુંબર વૃક્ષનું સૂકુ લાકડું રોપી તેને રોજ પાણી પાવા સૂચવ્યું. બધા લોકો નવરાસનો સમય તત્વચિંતન છોડી નાદુરસ્ત સલાહ, ટીકા ટીપ્પણી કરી પોતાનું પુણ્ય ટીકા થનાર વ્યકિતને વેચવામાં ગાળવાનું પસંદ કરે છે. ( શ્રેય છોડી પ્રેય તરફ વળેલી ) આવા લોકો નરહરિને ( પોતાનું પુણ્ય વેચી ) સલાહ અને ટીકા કરવા લાગ્યા કે સૂકા મરી ગયલા લાકડાને પાન કદી ઉગવાના નથી. તું ગાંડપણ છોડી દે ફાજલ મહેનત નહીં કર. ટીકા ટીપ્પણી દ્વારા પૂર્વના પાપોનો નાશ થતાં શ્રી નૃસિંહ સરસ્વતી ગુરુ જાતે આવે છે. ગુરુ વચનમાં અતૂટ શ્રધ્ધા રાખી નરહરિ સૂકા લાકડાને પાણી સીંચી રહ્યો હતો. સિધ્ધી યોગી ગુરુનો સંકલ્પ શું ન કરે ?
યોગી ગુરુઓ આવા સમયે પુષ્ણામિ યોષધિઃ સોમો ભૂત્વા રસાત્મકઃ પોતે પરબ્રહ્મ સાથે એકરૂપ હોય,પોતાની સૂર્ય, સુષુમ્ણા અને ચંદ્ર ત્રણ નાડીમાંથી ચંદ્રનાડી ચાલુ કરી ચંદ્રલોક સાથે સંપર્ક સાધી કમંડળનું પાણી રેડી, ચંદ્રકિરણ પૃથ્વી તથા પાણીનું રસાત્મક રસાયણ બનાવી સૂકા લાકડા પર પાંદડા ઉગાડે છે. સાથે સાથે ગુરુ દ્વારા ચંદ્રલોક પર રહેલ તેના પિતૃઓ પરત્વેનો પિતૃદોષ નિવૃત થતાં તેનો આખા શરીરનો કોઢ નષ્ટ થાય છે.
આ રીતે શુષ્ક કાષ્ટને આણ્યા પત્ર એ એક હકીકત બને છે જે સિધ્ધ યોગી ગુરુઓ માટે હસ્તામલકવત્ વાત છે. ભૌતિકવાદી આને ચમત્કાર તરીકે ભલે ગણતા હોય પરંતુ સનાતન ધર્મ તેના પાયાનું કારણ આધ્યાત્મ વાદ છે એમ જણાવે છે.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ઝઘડીયા થી રાકેશભાઈ શાહ ના ગુરુ દેવદત્ત
🕉🕉🕉🕉🕉🕉🕉🕉