અર્જુને વરદાનમાં જે માંગ્યું હતું તે નીચે મુજબ છે. અને અંતે એની જે મળ્યું તે નીચે મુજબ છે.
સૂણી અર્જુન કેરો સાદ, રીઝયો પૂર્વે તુ સાક્ષાત્
રીધી રિધ્ધ સિધ્ધ અપાર, અંતે મુકિત મહાપદ સાર
ચંદ્ર વંશમા હય હય કુલમાં કૃતવીર્ય નામે રાજા થયો. તેના બધાં જ પુત્રો ચ્યવન શાપથી મૃત્યુ પામ્યા. રાજા શોક મઞ્ન હતો તેવામાં બૃહસ્પતિ આવી પહોંચ્યા તેણે રવિ સપ્તમીનું અને મૈત્રયીએ અનંત વ્રત બતાવ્યું. આ વ્રતોના પ્રભાવથી તેમને ત્યાં તેમને ત્યાં અર્જુન નામે પુત્ર થાય છે. મોટો થતાં તે પિતાનું રાજ્ય ચલાવવા ના પાડતા જણાવે છે કે બીજા પ્રધાનોના ભરોસે રાજ્ય ચલાવતા તેઓ પાપ કરે તેનો ભાગીદાર રાજા થાય. યોગ્ય ન્યાય ન અપાય તો રાજા નર્કમાં જાય. ગર્ગ મુનિ તેને માહુર ગઢ શ્રી દત્તના શરણે જવા સૂચવે છે અને જણાવે છે કે તેમની આપેલી શકિતથી તે એકલે હાથે રાજય ચલાવી શકશે સાથે સાથે સલાહ આપે છે કે શ્રી દત્ત તેને હાંકી કાઢવા આકરી પરીક્ષા કરે તો તેણે સહન કરી લઇ અડગ રહવું. અર્જુન શ્રી દત્ત પાસે જાય છે. વાઘ અને ગાય સાથે રમતા એવા આશ્રમનું વાતાવરણ તેને શાંતિ, સંતોષ અને આત્માની ટાઢક આપે છે. શ્રી દત્તને પોતાની શાંતિનો ભંગ કરતા ભૌતિક વિચારો લઈ કોઈ આવે તે પસંદ ન હોવાથી પરીક્ષા કરવા શ્રીદત્ત પોતાની માયાથી ઉપજાવેલ સુંદરી સાથે અર્જુનને ચાલ્યા જવાનું મન થાય તેવું બિભત્સ વર્તન કરે છે. ગર્ગ મુનિના વચનો યાદ કરી અર્જુન ત્યાંથી ખસતો નથી. વંદન કરે છે, શરીરર પર માલીસ કરે છે, ચંદન લેપન, ફૂલ હાર કરે છે. જમવા માટે વિવિધ વસ્તુઓ લાવે છે, તેમનું એઠું જુઠુ પ્રસાદ માનિ આરોગે છે. પરીક્ષા તો વ્હાલાને અપનાવવા વ્હાલની જ થાય. પરીક્ષા આગળ વધે છે. પગ દાબતા અર્જુનને શ્રી દત્ત લાત મારે છે. તું અહીથી ચાલ્યો જા નહીં તો તારું મૃત્યુ અહીં નિશ્ચત છે. હું દુર્જન, બધુ ગમે તેવું ખાવા પીવા વાળો, નગ્ન સુંદરી સાથે રહેવા વાળો નાપાક અધમ છું. ગર્ગ મુનિને યાદ કરી અર્જુન અડગ રહે છે. પ્રણામ પ્રાર્થના કરતાં જણાવે છે કે મને મોહમાં નાખવા આવું ન બોલો તમો સર્વાત્મા, નિઃસગી, નિષ્કર્મ યોગીને દોષ કદી ન સ્પર્શી શકે કારણ કે તમો અનાસકત છો. શ્રી દત્ત, અર્જુનની શરણાગતિની પરીક્ષા બાદ જણાવે છે કે તારી સેવાથી હું પ્રસન્ન છું. ઈચ્છા હોય તે માગી લે. અર્જુન પોતાની ઈચ્છા પ્રસ્તુત કરે છે કે હું નિષ્પક્ષ, નિષ્પાપ રીતે મારે એકલે હાથે રાજય કરી શકું. ત્રણે ભુવનો પર ફરવાની મારામાં સિધ્ધિ આવે હું માહિષ્મતિ ( મહેશ્વર. મધ્ય પ્રદેશ ) રાજધાનીમાંથી ત્રણે ભુવનો પર રાજ્ય કરું. બધે જ મારી હાક વાગે. અર્જુનને બે હાથ પાછા મળે છે. શ્રી દત્ત જણાવે છે કે તારું માંગેલું તમામ તને આપું છું. હજાર હાથની તાકાત તને આપું છું આજથી તારું નામ સહસ્રાર્જુન. અર્જુન દંડવત્ પ્રાણામ કરે છે. શ્રી દત્ત માથે હાથ મૂકી આશિર્વાદ આપતા જણાવે છે. જાવ રાજયાસન સંભાળો પ્રજાને સુખી કરો. ત્રણે ભુવનોમાં સુખ શાંતિ આનંદ પ્રવર્તાવો. સહાસ્ત્રાર્જુન શરણાગત અનન્ય ભકત સખાનું બિરૂદ પામ્યો.તે મોક્ષનો સંપૂર્ણ અધિકારી હતો છતાં શ્રી દત્ત તેને કર્મમાં પ્રયોજે છે કારણ કે પૂર્વ જન્મના સંચિત કર્મો પૂરા કર્યા વગર મુકિત શકય નથી. કર્મ કર્યા વિના ઈચ્છામય સંચિત કર્મી વ્યકિત, રહી શકે જ નહીં. કાંઈ નહીં તો સારા નરસા ઈચ્છામય વિચારો કરી મનોમન કર્મ કરી તે નવું કર્મ બંધન ઉભુ કરે એટલે જ સંચિત કર્મબંધન પૂરા કરાવવા માટે ત્રણે ભુવનો પર રાજ્ય કારભાર કરવા શ્રી દત્તે અર્જુનને પ્રેર્યો. હવે સહસ્ત્રર્જુન ચક્રવર્તી રાજા બન્યો. પૂર્વ જન્મના પુણ્ય યોગ હોય તો જ રજોગુણ ભોગવતા પણ સત્વગુણમાં વ્યકિત રચ્યો પચ્યો રહી શકે. બધા ભુવનોનો ચક્રવર્તિ રાજા હોવા છતાં તે અનેક યજ્ઞ યાગ કરતોઃ આતિથ્ય સત્કાર, દાન, દક્ષિણા, ગાય - બ્રાહ્મણ રક્ષણ - પૂજન તે કરતો એટલે સાત્વિક બુધ્ધિની સાત્વિક અસરે એકા એક તેની વિચાર સરણી પર કબજો જમાવ્યોઃ તે વિચારે છેઃ આટલી બધી ખટપટને અંતે મને શું પ્રાપ્તિ થઈ ? મારી સ્ત્રોઓએ તો મને જીતી લીધો છે. મને તેઓએ વાંદરાની જેમ નચાવ્યો. આ બધુ નાસ્વંત છે તેમા હું લપટાઈ ગયો અજર અમર પદ મુકિત માંગવાને બદલે આ જન્મ મરણ ના ચક્રમાં પડાય તેવું હું શ્રી દત્ત પાસે કેમ માગી બેઠો ? સ્ત્રી, પુત્ર, પરિવાર, દાસ દાસીઓ કોના થયા છે તે મારા થવાના બધું જ ક્ષણ ભંગુર છે. ગમે તેટલો બળવાન યોધ્ધો હું હોઈશ પણ દેહ તો રોગિષ્ટ થઈ અંતે સ્મશાનમાં રાખ થઈને જ આળોટવાનો છે. આ રીતે સંચિત કર્મ ઓછા થતાં તેને વૈરાગ્ય સ્ફૂરે છે તે ફરી શ્રી દત્ત પાસે આવે છે. શ્રી દત્ત વિચારે છે મોક્ષ તો કાચો પારો છે અર્જુ પચાવી શકે તેવો વૈરાગ્ય તેનામાં ઉદય પામ્યો છે કે કેમ તે જોવા પરીક્ષાનો દોર અજમાવે છે. પોતે ધ્યાનમાં આંખ બંધ કરી બેસી જાય છે. ભૂખ તરસ વેઠીને વંદન પ્રાર્થના કરતો અર્જુન શ્રી દણ્ત સાન્નિધ્યે બેસી રહે છે વિચારે છે કે હે દત્ત તમે નિજાંદની મસ્તિમાં સત, ચિત, સુખ સ્વરૂપ છો એટલે મારા જેવા જન્મ મરણ ભયથી ઘેરાયેલાનો તમને ખ્યાલ ન આવે. વાંઝણીને પ્રસૂતિ પીડાની ખબર કયાંથી હોય ? પરંતુ તમારી કૃપાથી હવે મને ભોગની લેશ માત્ર ઈરછા રહી નથી અંતર વેદના જાણનાર અંતર્યામી આંખ ખોલી વધુ પરીક્ષા લેતા કહે છે હજુ તારે શું જોઈએ છે ? ધન, કીર્તી, સિધ્ધિ જે માગે તે આપવા તૈયાર છું. આ રીતે શ્રી દત્ત, અર્જુનને આવેલ વૈરાગ્ય સ્માશાન વૈરાગ્ય છે કે સાચો તેની ખાત્રી કરવા મોક્ષમાં વિધ્ન કર્તા ધન, કીર્તી, સિધ્ધિ આપવા હાથ લંબાવે છે.સાચા સોના સ્વરૂપ સહસ્ત્રાર્જુન આ પરીક્ષામાં પાસ થાય છે છતાં શ્રી દત્ત તેના સંચિત કર્મ હજુ પૂરા કરાવવા માટે તથા ઈચ્છાના બંધનથી મુકત કરી પુનર્જન્મ ન લેવા પડે અને મુકિત સાંપડે તે ધ્યાનમાં રાખી ( 1 ) ઉપનિષદ ( 2 ) પંચ તત્વનું પંચીકરણ ( 3 ) તત્ત્મસિ મહાવાકય સમજ ( 4 ) અષ્ટાંગ યોગ જ્ઞાન ( 5 ) ધ્યાન સમાધિ જ્ઞાન ( 6 ) વ્યવહારમાં ઉપરોકત જ્ઞાનઃ ( ક ) બ્રહ્માત્મૈકય યોગ તે જ્ઞાન યોગ છે ( ખ ) દેહ ઇંદ્રિયમાં ઉદાસિન રેહવું તે યમ ( ગ ) બ્રહ્મસ્વરૂપ નિર્મળ આત્મા પરત્વે પ્રેમભાવ તે નિયમ ( ઘ ) અંતદષ્ટિ તે આસન ( ધ ) નામરૂપ માં માયા છોડવી તે રેચક પ્રાણાયામ ( ચ ) વિષયો તરફ દૂર રહેવું તે અના શકિત પ્રત્યાહાર ( છ ) પોતાના આત્મા તરફ નિષ્ઠાતે ધારણા ( જ ) હું બ્રહ્મ છું તે ધ્યાન, વિગેરે જ્ઞાનોપદેશ આપીઃ ફરી અનાસકત બનાવી રાજ્ય ધુરા સમાલવા મહિષ્મતીમાં મોકલે છે. આશિર્વાદ આપે કે હું તારામાં જ છું એવો અનુભવ કરી વિશિષ્ટ કીર્તી પ્રાપ્ત કરેલ ( પરશુરામ ) ના હાથે મુકિત મૃત્યુ થશે.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ઉપર પ્રમાણે અર્જુને વરદાન માંગ્યું હતું અને એને અંતે જે મળ્યું તેનો ઉલ્લેખ છે
👏🌹👏🌹👏🌹👏🌹
ઝઘડીયા થી રાકેશભાઈ શાહ ના ગુરુ દેવદત્ત
🕉🕉🕉🕉🕉🕉🕉🕉