પ્રહલાદને દત્તપ્રભુએ શું બોધ આપ્યો

પ્રહલાદને દત્તપ્રભુએ નીચે પ્રમાણે બોધ આપ્યો

પ્રહલાદને ભગવાન ના દર્શન થયા હતાં અને ભગવાનને એને ખોળામાં લીધો હતો. એમ છતાં એને અક્ષય શાંતિ – ચોવીસ કલાકની શાંતિ- મળતી નો તી એક દિવસ એણે દત્તપ્રભુને કાવેરી નદીના કિનારે જમીન ઉપર લાંબા થઇને સૂતેલા જોયા. દત્તપ્રભુની આંખો તેજસ્વી તો હતી જ પરંતુ સાથે નિર્મળ, નિશ્ચલ અને સ્થિર પણ હતી. પ્રહલાદ આભો જ બની ગયો એણે દત્તપ્રભુને એમની સ્વસ્થાનું રહસ્ય પૂછયું ત્યારે દત્તપ્રભુએ વેદાંતના સારરૂપ જ્ઞાનની વાતો કહી. પુત્રને રાજ સોંપી પ્રહલાદ જંગલમાં ગયો અને આત્મનિષ્ઠ થઇ સચ્ચિદાનંદમગ્ન બન્યો
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

આ રીતે દત્તપ્રભુએ પ્રહલાદને બોધ આપ્યો
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ઝઘડીયા થી રાકેશભાઈ શાહ ના ગુરુ દેવદત્ત
🕉🕉🕉🕉🕉🕉🕉🕉

પરશુરામને દત્તપ્રભુએ શું બોધ આપ્યો

પરશુરામને દત્તપ્રભુએ બોધ આપ્યો તે નીચે મુજબ છે.
ભૃગુરૂષિનો પુત્ર રૂચિક હતો. રૂચિકનો પુત્ર જમદઞ્નિ હતો. જમદઞ્નિનાં લગ્ન રેણુકા સાથે થયા.જમદઞ્નિને પાંચ પુત્રો થયા. આ પુત્રોના નામ હતાંઃ વસુમંત, વસુ,સુષેણ, વિશ્વાવસુ અને પરશુરામ.
જમઞ્નિની ગાય ને રાજા સહસ્ત્રર્જન ના કહેવા છતાં લઇ ગયો. પરશુરામે યુદ્ધમાં એનો વધ કર્યો અને ગાય પાછી લાવ્યો. સહસ્ત્રર્જુનના પુત્રો પિતાનું વેર વાળવા આશ્રમમાં ગયા પરશુરામ સમિધ લેવા જંગલમાં ગયા હતા એટલે રાજકુમારોએ જમદઞ્નિ નો વધ કર્યો. પરશુરામે આ વાત જાણી એટલે સહસ્ત્રાર્જુનના પુત્રોને યુધ્ધમાં માર્યા અને એકવીસવાર પૃથ્વી ક્ષત્રિય વિહોણી કરવાની પ્રતિજ્ઞા કરી.
કાવડમાં પિતાનું શબ અને રેણુંકા માતા ને બેસાડી સહ્માદ્રિ પર્વત પાસેથી જતા હતા ત્યારે આકાશવાણી થઇ એટલે ત્યાં જમદઞ્નિના અગ્નિસંસ્કાર કર્યા અને રેણુકાએ પતિ સાથે અગ્નિસ્નાન કર્યું સમગ્ર વિધિ દત્તપ્રભુએ કરાવી.
આ પછી પરશુરામને દત્તપ્રભુએ બોધ આપી એની પાસે સોમયાગ કરાવ્યો. પછી સાગર કિનારે જઇ બ્રાહ્મણની માફક તપોનુષ્ટાન કરવા જણાવ્યું.
માતા રેણુકાએ દત્તપ્રભુને પરશુરામની સંભાળ લેવા જણાવ્યું હતું આમ દત્તપ્રભુએ પણ શ્રેયનો પંથ બતાવ્યો હતો.
પરશુરામ એ દત્તપ્રભુની માસીનો પ્રપૌત્ર ( પુત્રના પુત્રનો પુત્ર ) થાય

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ઝઘડીયા થી રાકેશભાઈ શાહ ના ગુરુ દેવદત્ત

🕉🕉🕉🕉🕉🕉🕉🕉

રુદ્રાધ્યાય ( બધાં જ પાપોના નિવારણ માટે ) કોને આપ્યો.

રુદ્રાધ્યાય ( બધાં જ પાપોના નિવારણ માટે ) મહાદેવ આપ્યો.

વદે પરાશરપદ ગ્રહીઃ- રક્ષ રક્ષ ગુરુનાથ !
આવ્યો શરણે તાહરા, કર ન ઉપેક્ષા તાત ! 12
નાના રીતે એમ એ કરે દુઃખ નૃપ ત્યાંયઃ
પડી મુનિપદે પત્ની સહ કહે, કરૂં શું હાય ? 13
કૃપાસિંધુ રૂષિવર તિહાં આશ્વાસી નૃપ તેમ,
કહેઃ- જગદ્ ગુરુ સામ્બ જે જા તચ્છરણે એમ. 14
ત્યજી ભીતિ મનની બધી, ચિંત સદાશિવ એહઃ
કર આરાધન ભકિતથી, કરશે રક્ષા તેહ. 15
સાંભળ સાવધ ભૂપતે, કહું ઉત્તમ ઉપાયઃ
જેથી અજેય કાળ પણ સુખે જીતી શકાય. 16
સ્વર્ગમૃત્યુપાતાળમાં એક દેવ શિવ જાણઃ
સચ્ચિદ્ આનંદરૂબ એ વ્યોમકેશ તું માન. 17
સર્જે રજો ગુણે તથા મૂર્તિમંત વિધિ એહઃ
સૃષ્ટિક્રમજ્ઞાનાર્થ ત્યમ વેદચતુષ્ટય તેહ 18
આપે સ્વયં વિરિંચિનેઃ તેમાં ઉપનિષદ્
આત્મતત્ત્વસંગ્રહ જિહાં વેદસાર બૃહત્. 19
રુદ્રાધ્યાય રસાળ એ આપે તે પણ ત્યાંય,
બ્રહ્મદેવને શિવ તદા ભકતપ્રિય સિતકાય. 20
મહિમા રુદ્રાધ્યાયનો અનુપમ એ તું જાણઃ
અવ્યય રુદ્ર નકી કહ્યો, નાશ ન એનો માન. 21
શ્રેષ્ઠ તત્ત્વ રુદ્રાખ્ય એ, અધિક ન એથી કયાંયઃ
ચતુર્વેદ ચતુર્મુખે કરે પ્રગટ વિધિ ત્યાંય, 22
દક્ષિણમુખથી નીસર્યો યજાુર્વેદ જે જાણ
તદંતર્ગત ઉપનિષત્સારભૂત એ માન. 23
કામધેનુસમ એ નકી સર્વાર્થપ્રદ તેમઃ

વદે મુનીશ્વરને વિધિ રુદ્રાધ્યાય સપ્રેમ. 24

આ રીતે રુદ્રાધ્યાય મહાદેવે એ આપ્યો
શ્રી ગુલુલીલામૃત
કર્મ કાંડ
અધ્યાય નંઃ— 88
દોહરા.નંઃ– 12 થી 24
પાન.નંઃ— 120
++++++++++++++++++++
ઝઘડીયા થી રાકેશભાઈ શાહ ના ગુરુ દેવદત્ત
🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

પરશુરામ સામે રેણુકામાતાનું મુખ ભૂતલ ભેદીને પ્રગટ્યું ત્યારે કેવુ હતુું.

પરશુરામ સામે રેણુકામાતાનું મુખ ભૂતલ ભેદીને પ્રગટ્યું ત્યારે મૃગાંક જેવું હતુું.

દેખી દત્ત વદે તિહાં, અરે રામ તું કોણ ?
રડે મોહથી કાં વૃથા ? કોણ તાત ? મા કોણ ? 21
જોઇ જ્ઞાન અંતરે, ઓળખ તારૂં રૂપઃ
ત્યાંગી મમતા મોહ આ, થા તન્મય તદ્ધપ, 22
કહે રામ સઘળું ખરૂં, માનું યથાર્થ તેમઃ
માતૃસ્નેહ તૂટે નહી ! કરૂં સદગુરુ કેમ ? 23
એક ઘડી સ્તનપાનનું દેવું માથે જેહ,
આપું ત્રિભુવન દાનમાં, તોય મટે ન તેહ. 24
શું બોલું બીજાું પ્રભો ? માતા જીવન જાણઃ
ગમે ન મુજને એ વિના, માતા કેવળ પ્રાણ. 25
માતા માતા બોલતાં, પામ્યો મૂચ્છૉ એમ !
દેખી સ્થિતિ મરણાંન્ત એ, સતી રેણુકાં તેમ 26
સ્વગત વિચારેઃ રામ આ વિણ પ્રગટયે એમ,
થશે શાંત ના અન્યથી ! કરી વિચાર તેમ. 27
ફરશરામ તિહાં, ભેદી ભૂતલ જાણ,

મૃગાંકસમ તન્મુખ અહા પ્રગટયું વેગે માન ! 28

શ્રી ગુરુલીલામૃત
જ્ઞાન કાંડ
અધ્યાય.નંઃ—- 27
પાન.નંઃ—- 110
ક્રમ.નંઃ—- 21 થી 28
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
ઝઘડીયા થી રાકેશભાઈ શાહ ના ગુરુ દેવદત્ત
🙏

સહસ્ત્રાર્જુનનું સત્વહરણ કરવા કોને મોકલવામાં આવ્યા.

સહસ્ત્રાર્જુનનું સત્વહરણ કરવા સૂર્ય દેવને મોકલવામાં આવ્યા.

પ્રારબ્ધની ગહનગતિ સાંભળીને દિડમુઢ થઇ ગયેલા શિષ્ય નિરંજને વંદન કરીને અલખને પ્રેમથી પૂછયું કે હે ગુરો ! મને અર્જુન વિશેની આગળની કથા કહો અને દેવો એનું સત્ત્વહરણ કરવા શું કામ મથામણ કરે છે તે પણ કહો શિષ્યનો એ પ્રશ્રન સાંભળીને દયાળું અલખજી બોલ્યા કે તારા વિવેકને ધન્ય છે. તું સાવધાન થઇને સાંભળ. અનેક રૂપો લઇને અર્જુન એકલો બધુંજ સંભાળતો હતો છતાં એ આત્મનિષ્ઠનું અનુસંધાન તૂટતું ન હતું યજ્ઞ, દાન અને તપમાં હંમેશાં રચ્યોપચ્યો રેહનાર એ ( અર્જુન ) હમેંશાં બ્રાહ્મણને પૂજતો હતો અને હ્રદય માં પ્રેમ રાખીને પ્રજાને પુત્રની માફક પાળતો હતો.અર્જુને યજ્ઞ પર સવિશેષ પ્રેમ હતો.તેથી દેવો મનમાં ખોટી શંકા ( સંદેહ ) કરતાં હતા.એના મનમાં સ્વપ્ને પણ સ્વર્ગની ઇચ્છા હતી નહિ. તો પણ દેવો એના મનની વાત ન જાણી ઉદ્વેગ કરતા હતા.બધા દેવો એકઠા થઇને વિચારવા લાગ્યા કે હવે શું કરવું ? આનું તેજ તો ખૂબ તપવા માંડયું છે. કિન્નરીઓ પણ એનાં યશોગીત ગાવા લાગી છે.હવે આપણાં સ્થાનો સલામત નથી. એ યજ્ઞ ઉપર યજ્ઞ કરીને પુણ્યબળ વધારી રહ્યો છે.આ બાબતની વધારે વખત ઉપેક્ષા કરવી પોષાય એમ નથી. હવે એનું સત્ત્વહરણ કરવા પ્રયત્ન કરવો જોઇએ અને એને માટે આ જ ક્ષણે પ્રયાસ કરવો જોઇએ ખરેખર, આ રાજા બ્રાહ્મણ ભકત છે અને એને મન બ્રાહ્મણ પ્રાણસમાન છે. આ બ્રાહ્મણ વેષે જઇને આ મહાન કાર્ય સિદ્ધ કરો. આ માટે સૂર્યદેવ સમર્થ છે અને એ ચોકકસ આપણું કાર્ય સિદ્ધ કરશે એમ કહી બધાએ સૂર્યને પૃથ્વી ઉપર મોકલ્યા. ભર બપોરે ( મધ્યાહ્યે ) બ્રાહ્મણના વેષે સૂર્યદેવ અચાનક જ રાજાના બારણે એની સન્મુખ આવીને ઉભા રહ્યા.

++++++++++++++++++++
આ રીતે સહસ્ત્રાર્જુનનું સત્ત્વહરણ કરવા સૂર્યદેવ ને મોકલા


ઝઘડીયા થી રાકેશભાઈ શાહ ના ગુરુ દેવદત્ત
🙏🌼🙏🌼🙏🌼🙏🌼🙏🌼

સહસ્ત્રાર્જુને સૈન્ય જે સમુદ્ર જેવું હતું તેને પરશુરામે હણ્યું ત્યારે પરશુરામને કોની ઉપમાં આપી.

સહસ્ત્રાર્જુને સૈન્ય જે સમુદ્ર જેવું હતું તેને પરશુરામે હણ્યું ત્યારે પરશુંરામને અગસ્ત્ય ની ઉપમાં આપી.

ઘૂમે ઢાલો વમળ સમ, માંસ કાદવ એમઃ
ગળે ગજાશ્વો ત્યાં અહાઃ સઘળું ભીષણ તેમ ! 125
વૈનતેય અહિકુળ હણે સ્વયં એકલો જેમ,
અર્જુનસેના એકલો હણે પરશુધર તેમ. 126
રામ વડવાનલ નકી,થયો પ્રજ્વલિત જાણઃ
અર્જુનસૈન્યાર્ણવ ક્ષણે બાળી નાંખ્યો માન. 127
રામ અગત્સ્ય વા સ્વયં,થયો પ્રક્ષુબ્ધ એમઃ
શોષ્યો સૈન્યાબ્ધિ બધો, દેખે અર્જુન તેમ. 128
કહેઃ- નકી ન મનુષ્ય એ,સ્વયં શ્રીહરિ જાણઃ
કોણ અજેય સૈન્ય આ, મારે નાહિ તો માન ? 129
હરે સૂર્ય જ્યમ તિમિરને, તેમ સૈન્ય નિઃશેષ
માર્યું આણે પલકમાંઃ નકી એહ હ્રષીકેશ ! 130
++++++++++++++++++++
શ્રીગુરુલીલામૃત
જ્ઞાન કાંડ
અધ્યાયઃ– 24
પાન.નંઃ– 100
ક્રમ.નંઃ– 125 થી 130


ઝઘડીયા થી રાકેશભાઈ શાહ ના ગુરુ દેવદત્ત
🙏🌻🙏🌻🙏🌻🙏🌻🙏🌻

ત્રિવિક્રમ ભારતીને માનસપૂજામાં જેવો અનુભવ કરાવ્યો એવો અનુભવ નૃસિંહ સરસ્વતી એ કોને કરાવ્યું

ત્રિવિક્રમ ભારતીને માનસપૂજામાં જેવો અનુભવ કરાવ્યો એવો અનુભવ નૃસિંહ સરસ્વતી એ માધવારણ્ય ને કરાવ્યું
—————– વિગત —————-
👇
મંજરીકે માધવારણ્ય વસે મુનિ એકઃ
આવ્યા શ્રીગુરુ ત્યાં મુદા , ભેટયા મુનિ વરભેખ ! 93
++++++++++++++++++++
શ્રી ગુરુલીલામૃત
કર્મ કાંડ
અધ્યાય.નંઃ— 68
દોહરા.નંઃ– 93
પાન.નંઃ– 45

ઝઘડીયા થી રાકેશભાઈ શાહ ના ગુરુદેવ દત્ત
👏🌷👏🌷👏🌷👏🌷👏🌷

નૃસિંહ સરસ્વતીજીની માતાએ કેટલા સંતાનોને જન્મ આપ્યો

નૃસિંહ સરસ્વતીજીની માતાએ કુલ છો સંતાનોને જન્મ આપ્યો.
—————– વિગત —————-
👇
શ્રીપાદ સ્વામીએ તે પછી કુરવપૂર ( કુરુગહી ) ખાતે વાસ્તવ્ય કર્યું. અને પછી ભકતોને ભકિત માર્ગના પ્રવચનો દ્વારા , ચમત્કારો દ્વારા , પ્રત્યક્ષ મહત્વ સમજાવત ત્યાજ યોગ્ય સમયે ગુપ્ત અને કરજા માં અંબાની કુક્ષીમાં બીજો જન્મ લઇ પોતાનું વચન પાળી આગળ એજ કાર્ય ચાલુ રાખ્યું.
અહીં બીજો શતક પ્રારંભ થાય છે. અંબાની માગણી પ્રમાણે યોગ્ય જ્ઞાની પુત્ર જન્મ્યો ( 1 ) તો ખરો પણ તે જન્મજાત મૂક હતો. બોબળો નહોતો. મા – બાપ દુઃખી થયા ત્યારે બાળકે ઇશારો કર્યો કે તેના યજ્ઞોપવીત ( મુંજ ) કર્મ પછી તે બોલશે પોતે ઇશ્વરી અવતાર છે તે બતાવવા નજીક પડેલા લોખંડના ટૂકડા લઇ તેને સુવર્ણમય બનાવી પોતાના મુંજનો ખર્ચ કરવા માટે માતા પિતાને અર્પણ કર્યા. બંધન પછી મેળેજ ગાયત્રી ઉચ્ચાર કરનાર આ બાળક નાનપણમાંજ સંન્યાસની આજ્ઞા માગે છે. દુઃખી મા – બાપ આપતા નથી.ત્યારે પોતાનું શ્રીપાદ શ્રી વલ્લભ સ્વરૂપ બતાવી મને બીજા બે પુત્રો અને પુત્રી (મળી ને ટોટલઃ-6 ) થશે તેવો આશીર્વાદ આપે છે. અને બીજો પુત્ર આવે ત્યાં સુધી અમારે પાસે રહો તેવી માની વિનંતિ માન્ય રાખી બીજા પુત્રના જન્મ પછી , મા – બાપની આજ્ઞા લઇ ઘર સંસાર છોડી ભકત કલ્પદ્રુપ સ્વામી મહારાજ કાશી યાત્રા માટે જાય છે.
++++++++++++++++++++
ઝઘડીયા થી રાકેશભાઈ શાહ ના ગુરુદેવ દત્ત
🙏🍓🙏🍓🙏🍓🙏🍓🙏🍓

અરત્નિ શબ્દ શ્રી ગુરુલીલામૃતમાં કોણીથી કયા સુધી નું માપ લેવા માટે પ્રયોજ્યો છે.

અરત્નિ શબ્દ શ્રી ગુરુલીલામૃતમાં કોણીથી કનિષ્ઠિકાના છેડા સુધી નું માપ લેવા માટે પ્રયોજ્યો છે.
વિગત
👇
દો.નંઃ– 49 – વ્યાસના મુખેથી યજુર્વેદનો વિસ્તાર સાંભળીને પછી વૈશંપાયને એનો અભ્યાસ કર્યો

દો.નંઃ– 50 – વ્યાસ ભગવાને કહ્યું કે હે વૈશંપાયન ! તું સ્વસ્થતાપૂર્વક સાંભળ. યજુર્વેદનો ઉપદેશ ધનુર્વેદ છે.

દો.નંઃ– 51 – ભારદ્વાજ એનું ગોત્ર છે અને રુદ્ર એ એનુ દૈવત છે. એનો છંદ ત્રિષ્ટુપ છે , જે અતિશય સુંદર છે.

દો.નંઃ– 52 – એનુ શરીર ઊચું પરંતુ સૂકલકડી છે. હાથમાં ખપ્પર છે. આંખો કમળ જેવી મનોહર છે. ઇદ્રિયો સુવર્ણ જેવી છે.
પંચારત્નિમિત આકૃતિ, તામ્ર વર્ણ સુહાય;
*યજુર્વેદ નું ધ્યાન એ, વૈશંપાયન ગાય
દો.નંઃ– 53 – એના શરીરનું માપ પાંચ અરત્નિમિત છે. તાંબાના જેવો વર્ણ શોભે છે. યજુર્વેદ નું આ રીતનું ધ્યાન વૈશંપાચન કહે છે.

શ્રી ગુરુલીલામૃત
કર્મ કાંડ
અધ્યાય.નંઃ– 80
દોહરા.નંઃ– 49 થી 53 (સમજૂતી )
પા.નંઃ– 85
ઝઘડીયા થી રાકેશભાઈ શાહ ના ગુરુદેવ દત્ત
👏🌷👏🌷👏🌷👏🌷👏🌷

કાશીરાજા માંડલિક હતો

કાશીરાજા માંડલિક હતો…..
માંડલિક એટલે — ખંડિયો રાજા
( અલર્કની સત્તા હેઠળ )
વિગત
👇

કાશિરાજ બોલે તિહાંઃ– માંડલિક હું જાણઃ
સાર્વભૌમ અર્લક એ , ત્યાં હું કોણ પ્રમાણ ? 84
સમજૂતી
👇
કાશીરાજે કહ્યું કે જુઓ હું તો એનો ખંડિયો ( માંડલિક ) રાજા છું અને અલર્ક તો ચક્રવતી ( સાર્વભૌમ ) રાજા છે. એની સામે મારી શી વિસાત ?
શ્રી ગુરુલીલામૃત
જ્ઞાન કાંડ
અધ્યાય.નંઃ– 32
દો.નંઃ– 84
પા.નંઃ– 134
ઝઘડીયા થી રાકેશભાઈ શાહ ના ગુરુદેવ દત્ત
👏🌹👏🌹👏🌹👏🌹👏🌹