યદુને દત્તપ્રભુએ નીચે પ્રમાણે બોધ આપ્યો.
કચના શાપને કારણે શુક્રચાર્ય ની પુત્રી દેવયાનીનાં લગ્ન યયાતિ નામના રાજા સાથે થયા બ્રાહ્મણની દીકરીએ ક્ષત્રિય સાથે લગ્ન કરવાં પડયાં.દેવયાની સાથે શર્મિષ્ઠાને દાસી તરીકે મોકલી હતી પણ શુક્રચાર્યે યયાતિને કહ્યું હતું કે શર્મિષ્ઠા સાથે તારે લગ્નજીવન જીવવું નહિ. દાસી તરીકે સેવા લેવી. આ શરતનું પાલન નહિ થાય તો તારે સજા ભોગવવી પડશે.
યયાતિથી દેવયાનીને બે પુત્રો થયા. એક નામ યદુ અને બીજાનું નામ તુર્વસુ. શર્મિષ્ઠાની માગણીથી યયાતિએ એનો સંગ કર્યો અને શર્મિષ્ઠાને ત્રણ પુત્રો થયા. દેવયાનીએ પિતાને ફરિયાદ કરતાં શુક્રચાર્ય એને શાપ આપ્યો કે તું ઘરડો થા યયાતિ ઘરડો થયો એટલે દેવયાનીને ખૂબ દુઃખ થયું અને પિતાને શાપનું નિવારણ કરવાની વિનંતી કરી. શુક્રચાર્યે કહ્યું કે યયાતિ એનું ઘડપણ કોઇ યુવાનને આપીને તેની યુવાની લઇ શકશે. યયાતિએ બધા પુત્રોને વાત કરી. દેવયાનીના પુત્રો તૈયાર થયા નહિ. શર્મિષ્ઠાના પુરુસ્વા નામના પુત્રે પોતાની યુવાની પિતાને આપી બદલામાં એમનું ઘડપણ લીધું.
સો વરસ ભોગવ્યા પછી યયાતિને ભોગની નશ્વરતા સમજાઇ. એણે પુરુને યુવાની આપી પોતાનું ઘડપણ પાછું લીધું અને બદલામાં એને રાજા બનાવ્યો. દાસીપુત્ર રાજા બન્યો એનાથી યદુને ખૂબ દુઃખ થયું અને તે જંગલમાં જતો રહ્યો.
જંગલમાં દત્તપ્રભુ મળ્યા. દત્તપ્રભુએ ચોવીસ ગુરુની કથા સંભળાવી જીવનનું કલ્યાણ શામાં છે તે સમજાવ્યું. યદુ નો શોક દૂર થયો.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ઝઘડીયા થી રાકેશભાઈ શાહ ના ગુરુ દેવદત્ત
🕉🕉🕉🕉🕉🕉🕉🕉